દુનિયામાં ભૌગોલિક અને આર્થિક વિભાજનકારી નીતિઓ વધવાને કારણે દુનિયાના જીડીપીમાં 5.7 લાખ કરોડ ડોલર્સનો ઘટાડો થવાની આશંકા છે જેની અસર 2008ની આર્થિક કટોકટી અને કોરોના મહામારી કરતાં પણ વિનાશક બની રહેશે તેમ એક અભ્યાસમાં જણાવાયું હતું. આ વિભાજનકારી નીતિઓને કારણે ભારત તથા અન્ય ઉભરતાં અર્થતંત્રોને સૌથી મોટો ફટકો પડી શકે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે તેની 2025ની વાર્ષિક મિટિંગમાં આ અહેવાલ જારી કર્યો હતો.