સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મજયંતી નિમિતે કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટીખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઇ રહી છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ચરણની પૂજા કરી હતી. ત્યારબાદ તેઓએ એકતા પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજ્યોની પોલીસની મોટર સાઇકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, 'સદીઓમાં કોઇ એક જ સરદાર બની શકે છે, તે સદીઓ સુધી અલખ જગાવે છે.'