સીઆઈએફ શાંઘાઈ નિકલ પ્રીમીયમ ઘટીને ટન દીઠ ૧૯૦થી ૨૦૦ ડોલર
વર્ષાંત સુધીમાં નિકલ સપ્લાય ખાધ વધીને ૧,૪૬,૦૦૦ ટન થશે
ઈબ્રાહીમ પટેલ
મુંબઈ તા. ૨૦: એલએમઈ અને શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જ પર બેઝ મેટલના ભાવમાં સુધારો જોવાઈ રહ્યો છે. આ સપ્તાહે જગત ચૌટે ઘટનારી અસંખ્ય હકારાત્મક ઘટનાઓએ બજારમાં જોખમ લેવાનું સેન્ટીમેન્ટ તૈયાર કર્યું છે. અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજદર વૃદ્ધિની મીટીંગ તેમજ બુધવારથી શુક્રવાર સુધી ચાલનારી ચાઈનીસ એન્યુઅલ ઇકોનોમિક પોલીસી સેટિંગ મીટીંગએ ટ્રેડરોમાં ઉત્સુકતા જગાવી છે. ચીનની આઈએનજી હોલસેલ બેંક કહે છે કે ચીનની આ મીટીંગ ઉપરાંત સરકાર પણ ૨૦૧૯મા ઈકોનોમીમાંથી વધુ હવા નીકળી ન જાય, તેમજ રોજગારી માર્કેટમાં ઉંજણ સિંચવા અને અર્થતંત્રમાં સ્થિરતા લાવવા વ્યાપક પગલાઓ લેવાની તૈયારી કરી રહી છે. ઊંચા વ્યાજદર સામાન્ય રીતે કોમોડીટીના ભાવને નીચે લઇ જવામાં મદદરૂપ થતા હોય છે, કારણ કે તેનાથી બોરોઇંગ કોસ્ટ ઉંચે જતી હોય છે, જે આર્થિક પ્રવૃત્તિને શાંત પાડે છે અને વપરાશ ઘટાડે છે.
અલબત્ત, બેંક ઓફ અમેરિકા મેરિલ લીંચનો ડીસેમ્બર ઇન્વેટર સર્વે કહે છે કે છેલ્લા એક દાયકામાં રોકાણકારોનો આત્મવિશ્વાસ ઇન્ડેક્સ તેના સૌથી નીચા તળિયે જઈ બેઠો છે. બેંક વધુમાં કહે છે કે ૨૦૧૯મા ચીનની બાહ્ય નબળાઈને બ્રેક મારવા કરવેરા ઘટાડો, સ્પેશ્યલ બોન્ડ ઇસ્યુ અને સરકારી ફંડ મળીને ૪ ટ્રીલીયન યુઆન (૫૭૯ અબજ ડોલર)નું નવું સ્ટીમ્યુલસ (રાહત) પેકેજ તૈયાર થઇ ગયું છે. બજારના સેન્ટીમેન્ટમાં જોખમનું પ્રમાણ વધી ગયું હોવાથી, બેઝ મેટલમાં ખાસ કરીને નિકલને સૌથી વધુ લાભ મળશે, એવા અનુમાન પર ઘટ્યા મથાળેથી ભાવ સુધારો શરુ થયો છે. એલએમઈ ત્રિમાસિક ડીલીવરી નિકલ બુધવારે વધીને ૧૦,૯૭૭.૫૦ ડોલર અને શીફી ૯૦,૦૩૦ યુઆન પ્રતિ ટન બંધ થઇ હતી.
ફાસ્ટમાર્કેટનું સર્વેક્ષણ કહે છે કે સીઆઈએફ શાંઘાઈ ફૂલ પ્લેટ નિકલ પ્રીમીયમ ૧૮ ડિસેમ્બરે ઘટીને ટન દીઠ ૧૯૦થી ૨૦૦ ડોલર રહ્યું હતું, જે ગત સપ્તાહે ૧૯૦થી ૨૧૦ ડોલર હતું. બજારના સુત્રો કહે છે કે ૧૮ ડિસેમ્બરે એલએમઈ અને વુકસી સ્ટેનલેસ સ્ટીલ એક્સચેન્જ વચ્ચેનું આર્બીટ્રાજ (ભાવ તફાવત) ઘટીને ૧૦૨ ડોલર થઇ જતા, ચીનમાં નિકલ આયાત વિન્ડો પણ હવે બંધ થઇ ગઈ છે. તેઓ કહે છે કે આયાતમાં સતત નુકશાનીને લીધે ગ્રાહકોનોનો રસ ઘટી ગયો હતો, હવે પ્રીમીયમ પણ નબળા પડ્યા છે. સ્ટેનલેસ સ્ટીલ બજારમાં નબળાઈ છતાં બજારના ફન્ડામેન્ટલ મજબુત હોવાથી ટૂંકાગાળા માટે નિકલનું સેન્ટીમેન્ટ પ્રમાણમાં સુધર્યું છે.
ઇન્ટરનેશનલ નિકલ સ્ટડી ગ્રુપ કહે છે કે જાગતિક બજારમાં ઓક્ટોબરમાં નિકલ ખાધમાં ૧૯,૬૦૦ ટનનો વધારો થયો હતો, જે સપ્ટેમ્બરમાં ૯,૦૦૦ ટન વધી હતી. સ્ટડી ગ્રુપના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના તાજા આંકડા કહે છે કે રીફાઇન્ડ નિકલની વૈશ્વિક ખાધ ૧,૦૮,૩૦૦ ટન હતી તે વર્ષાંત સુધીમાં વધીને ૧,૪૬,૦૦૦ ટન થઇ જશે, મે મહિનામાં આ ખાધ આગાહી ૧,૧૭,૦૦૦ ટન મુકવામાં આવી હતી. સ્ટેનલેસ સ્ટીલ સેક્ટર અને કાર બેટરી માટેની માંગ વૃદ્ધિ વિકાસ જોતા આવડી મોટી પુરવઠા ખાધ પણ, નિકલ બજારનો આંતરપ્રવાહ તેજીનો હોવાના સંકેત આપે છે.
નિકલ સ્ટડી ગ્રુપના અનુમાનો પ્રમાણે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન જાગતિક નિકલ ખાણ ઉત્પાદન ૬.૪ ટકા વધ્યું હોવાથી ૨૦૧૯મા નિકલ ખાધ સંકળાઈને ૩૩,૦૦૦ થવાનો અંદાજ છે. ફિલીપાઈન્સ નિકલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન પ્રમાણે ૨૦૧૯મા ફિલીપાઈન્સની નિકલ ઓર સપ્લાય નવ વર્ષની સૌથી ઓછી ૨૪૦ લાખ ટન અંદાજવામાં આવી છે. હાલમાં ફિલીપાઈન્સની કુલ ૪૮ મેટાલિક ખાણમાંથી ૩૦ ખાણ નિકલ ઓરનું ઉત્પાદન કરે છે.
(નોંધ: આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવી સોદા પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે)
સીઆઈએફ શાંઘાઈ નિકલ પ્રીમીયમ ઘટીને ટન દીઠ ૧૯૦થી ૨૦૦ ડોલર
વર્ષાંત સુધીમાં નિકલ સપ્લાય ખાધ વધીને ૧,૪૬,૦૦૦ ટન થશે
ઈબ્રાહીમ પટેલ
મુંબઈ તા. ૨૦: એલએમઈ અને શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જ પર બેઝ મેટલના ભાવમાં સુધારો જોવાઈ રહ્યો છે. આ સપ્તાહે જગત ચૌટે ઘટનારી અસંખ્ય હકારાત્મક ઘટનાઓએ બજારમાં જોખમ લેવાનું સેન્ટીમેન્ટ તૈયાર કર્યું છે. અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજદર વૃદ્ધિની મીટીંગ તેમજ બુધવારથી શુક્રવાર સુધી ચાલનારી ચાઈનીસ એન્યુઅલ ઇકોનોમિક પોલીસી સેટિંગ મીટીંગએ ટ્રેડરોમાં ઉત્સુકતા જગાવી છે. ચીનની આઈએનજી હોલસેલ બેંક કહે છે કે ચીનની આ મીટીંગ ઉપરાંત સરકાર પણ ૨૦૧૯મા ઈકોનોમીમાંથી વધુ હવા નીકળી ન જાય, તેમજ રોજગારી માર્કેટમાં ઉંજણ સિંચવા અને અર્થતંત્રમાં સ્થિરતા લાવવા વ્યાપક પગલાઓ લેવાની તૈયારી કરી રહી છે. ઊંચા વ્યાજદર સામાન્ય રીતે કોમોડીટીના ભાવને નીચે લઇ જવામાં મદદરૂપ થતા હોય છે, કારણ કે તેનાથી બોરોઇંગ કોસ્ટ ઉંચે જતી હોય છે, જે આર્થિક પ્રવૃત્તિને શાંત પાડે છે અને વપરાશ ઘટાડે છે.
અલબત્ત, બેંક ઓફ અમેરિકા મેરિલ લીંચનો ડીસેમ્બર ઇન્વેટર સર્વે કહે છે કે છેલ્લા એક દાયકામાં રોકાણકારોનો આત્મવિશ્વાસ ઇન્ડેક્સ તેના સૌથી નીચા તળિયે જઈ બેઠો છે. બેંક વધુમાં કહે છે કે ૨૦૧૯મા ચીનની બાહ્ય નબળાઈને બ્રેક મારવા કરવેરા ઘટાડો, સ્પેશ્યલ બોન્ડ ઇસ્યુ અને સરકારી ફંડ મળીને ૪ ટ્રીલીયન યુઆન (૫૭૯ અબજ ડોલર)નું નવું સ્ટીમ્યુલસ (રાહત) પેકેજ તૈયાર થઇ ગયું છે. બજારના સેન્ટીમેન્ટમાં જોખમનું પ્રમાણ વધી ગયું હોવાથી, બેઝ મેટલમાં ખાસ કરીને નિકલને સૌથી વધુ લાભ મળશે, એવા અનુમાન પર ઘટ્યા મથાળેથી ભાવ સુધારો શરુ થયો છે. એલએમઈ ત્રિમાસિક ડીલીવરી નિકલ બુધવારે વધીને ૧૦,૯૭૭.૫૦ ડોલર અને શીફી ૯૦,૦૩૦ યુઆન પ્રતિ ટન બંધ થઇ હતી.
ફાસ્ટમાર્કેટનું સર્વેક્ષણ કહે છે કે સીઆઈએફ શાંઘાઈ ફૂલ પ્લેટ નિકલ પ્રીમીયમ ૧૮ ડિસેમ્બરે ઘટીને ટન દીઠ ૧૯૦થી ૨૦૦ ડોલર રહ્યું હતું, જે ગત સપ્તાહે ૧૯૦થી ૨૧૦ ડોલર હતું. બજારના સુત્રો કહે છે કે ૧૮ ડિસેમ્બરે એલએમઈ અને વુકસી સ્ટેનલેસ સ્ટીલ એક્સચેન્જ વચ્ચેનું આર્બીટ્રાજ (ભાવ તફાવત) ઘટીને ૧૦૨ ડોલર થઇ જતા, ચીનમાં નિકલ આયાત વિન્ડો પણ હવે બંધ થઇ ગઈ છે. તેઓ કહે છે કે આયાતમાં સતત નુકશાનીને લીધે ગ્રાહકોનોનો રસ ઘટી ગયો હતો, હવે પ્રીમીયમ પણ નબળા પડ્યા છે. સ્ટેનલેસ સ્ટીલ બજારમાં નબળાઈ છતાં બજારના ફન્ડામેન્ટલ મજબુત હોવાથી ટૂંકાગાળા માટે નિકલનું સેન્ટીમેન્ટ પ્રમાણમાં સુધર્યું છે.
ઇન્ટરનેશનલ નિકલ સ્ટડી ગ્રુપ કહે છે કે જાગતિક બજારમાં ઓક્ટોબરમાં નિકલ ખાધમાં ૧૯,૬૦૦ ટનનો વધારો થયો હતો, જે સપ્ટેમ્બરમાં ૯,૦૦૦ ટન વધી હતી. સ્ટડી ગ્રુપના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના તાજા આંકડા કહે છે કે રીફાઇન્ડ નિકલની વૈશ્વિક ખાધ ૧,૦૮,૩૦૦ ટન હતી તે વર્ષાંત સુધીમાં વધીને ૧,૪૬,૦૦૦ ટન થઇ જશે, મે મહિનામાં આ ખાધ આગાહી ૧,૧૭,૦૦૦ ટન મુકવામાં આવી હતી. સ્ટેનલેસ સ્ટીલ સેક્ટર અને કાર બેટરી માટેની માંગ વૃદ્ધિ વિકાસ જોતા આવડી મોટી પુરવઠા ખાધ પણ, નિકલ બજારનો આંતરપ્રવાહ તેજીનો હોવાના સંકેત આપે છે.
નિકલ સ્ટડી ગ્રુપના અનુમાનો પ્રમાણે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન જાગતિક નિકલ ખાણ ઉત્પાદન ૬.૪ ટકા