ગુજરાતમાં આખરે સાયક્લોન વાયુ સક્રિય થયું છે. ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડુ ટકરાવાને હવે બહુ વાર નથી. વેરાવળના દરિયા કિનારે વાવાઝોડું માત્ર 740 કિલોમીટર દૂર છે. આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયા કિનારે હવે વાવાઝોડું પહોંચી જશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે ટ્વિટ કરી આ વિશેની જાણકારી આપી હતી. વાવાઝોડાની આગાહીને પગલે NDRFની ટીમો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રવાના કરી દેવાઈ છે. મહારાષ્ટ્રની 4 NDRFની ટીમોને વડોદરામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ગુજરાતમાં NDRFની કુલ 15 ટીમોને ડિપ્લોય રાખવામાં આવી છે.