રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટિઓ અને તેમને ડોનેશન આપનારા વ્યક્તિગત અને કોર્પોરેટ કરદાતાઓ તથા તેમની સાથે ભળેલા ચાર્ટર્ડ એકાઉન્ટ્સની ચોરીનો આંકડો રૃા. ૨૦૦૦ કરોડથી ઉપર થઈ જવાની સંભાવના હોવાનો નિર્દેશ આવકવેરા ખાતાના સૂત્રોએ આજે આપ્યો હતો. બીજીતરફ અમદાવાદના એજ્યુકેશન સેક્ટરની સંસ્થા સિલ્વર ઓકમાં પગાર ના નાણાં ચેકથી આપીને રોકડેથી પાછા લેવાનું કૌભાંડ પણ બહાર આવ્યું છે. બીજીતરફ ગોલ્ડમાઈન સિક્યોરીટીઝના વાંધાજનક ટ્રાન્ઝેક્શનના મોટા વહેવારો દર્શાવતા દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા છે. એમસીએક્સ ગોલ્ડમાં કરેલા કેટલાક વહેવારો શંકાસ્પદ હોવાનું આવકવેરા અધિકારીઓના ધ્યાનમાં આવી ગયું હોવાનું આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે. ગોલ્ડમાઈન સ્ટોક્સમાં એમસીએક્સના ગોલ્ડમાં મોટી રકમના બિલના મોટા સોદાઓ થયા હોવાનો નિર્દેશ આવકવેરા ખાતાને મળ્યો હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. આ બિલ સામે ચેક લઈ મેળવેલું સોનું જ્વેલર્સને વગર બિલથી વેચી દઈને ટેક્સની ચોરી કરવામાં આવી છે.