નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીના ઘેર ચોરી થઈ. ચોર તાળુ તોડી ઘરમાં ઘુસ્યા અને જ્વેલરી, રોકડ અને નોબલ પુરસ્કારનું સર્ટીફિકેટ લઈ ગયા. જોકે, તેમનો મેડલ ચોરી થયો નથી, કારણ કે સત્યાર્થીએ એવોર્ડ દેશને સમર્પિત કર્યો હતો, જે રાષ્ટ્રપતિ ભવનમાં છે. સત્યાર્થી દક્ષિણ અમેરિકા ગયા છે. જ્યારે તેમની સંસ્થાના કર્મચારીઓ ઘરે આવ્યા ત્યારે ચોરીની ખબર પડી.