કોરોના વાઈરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટને ડેલ્ટા સ્ટ્રેનની સરખામણીમાં હળવો ગણાવાઈ રહ્યો છે અને હવે દુનિયાના ખાસ કરીને યુરોપના દેશોએ કોરોના મહામારીને સામાન્ય ફ્લૂ ગણીને કોરોના સંબંધિત પ્રતિબંધો હળવા કરતાં વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ દુનિયાને કોરોનાને સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ નહીં કરવા ચેતવણી આપી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)નું કહેવું છે કે ઓમિક્રોનનો પ્રસાર હજુ પણ સ્થિર થયો નથી. ડબલ્યુએચઓના સીનિયર ઈમર્જન્સી ઓફિસર કેથરીન સ્મોલવૂડે જણાવ્યું કે, આપણે હજુ પણ ભારે અનિશ્ચિતતાઓથી ઘેરાયેલા છીએ. વાઈરસ હજુ પણ ઝડપથી વિકસી રહ્યો છે. નવા પડકારો સામે આવી રહ્યા છે. આપણે હજુ એવી સ્થિતિમાં નથી, જ્યાં મહામારીને એક વિસ્તાર સુધી સીમિત બીમારી જાહેર કરી દેવામાં આવે.