બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) લદ્દાખના ન્યોમામાં વિશ્વનું સૌથી ઉંચુ કોમ્બેટ એરબેઝ બનાવવા જઈ રહ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુના દેવક બ્રિજથી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સતત તણાવ ચાલી રહ્યો છે. માનવામાં આવે છે કે આ ફાઈટર એરપોર્ટના નિર્માણથી ભારત ચીનને ટક્કર આપશે.