કહેવામાં આવી રહ્યું છે કે આગામી 100 દિવસમાં રામમંદિર ઉદ્ઘાટન માટે તૈયાર થઇ જશે. શ્રીરામ મંદિર નિર્માણ સમિતિએ મંદિર અને મંદિર સાથે જોડાયેલા કાર્યોની સમય સીમા નક્કી કરી દીધી છે. મંદિર નિર્માણમાં મજૂરોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આશરે 3,000 મજૂરો નિર્માણ કાર્યમાં લાગેલા છે. તમામ કાર્યોને 10 જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાની યોજના છે.