મહિલા અનામત બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. હવે મહિલાઓને લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીમાં 33 ટકા અનામત મળશે. બિલની તરફેણમાં 454 જ્યારે તેના વિરોધમાં 2 વોટ પડ્યા હતા. મોદી સરકારે ગઈકાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું. જેના પર આજે ચર્ચા થઈ હતી. આ પહેલા PM મોદીએ મહિલા અનામત બિલને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો અને તમામ સાંસદોને તેનું સમર્થન કરવાની અપીલ કરી હતી.