લોકસભા બાદ રાજ્યસભામાં (Rajya Sabha) મહિલા અનામત બિલ સર્વાનુમતે પાસ થયું છે. બિલની તરફેણમાં 215 વોટ પડ્યા છે. જ્યારે બિલની વિરોધમાં એક પણ સાંસદે મતદાન કર્યું નથી. મહિલા અનામત બિલ એટલે કે નારી શક્તિ વંદન કાયદો લોકસભામાં પસાર થયા બાદ આજે રાજ્યસભામાં તેની ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ રાજ્યસભામાં પણ આ બિલ પર મતદાન થયું હતું. આ બિલની તરફેણમાં 215 વોટ પડ્યા હતા. આ બિલ હવે રાજ્યસભામાં પણ સર્વાનુમતે પસાર થઈ ગયું છે. એક પણ સાંસદે આ બિલની વિરોધમાં મતદાન કર્યું નથી.