યમુના અને ઘગ્ગર નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે દિલ્હી અને હરિયાણાના મોટા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હરિયાણાના એક ગામમાં પૂરની સમીક્ષા કરવા આવેલા JJP ધારાસભ્ય ઈશ્વર સિંહને એક મહિલાએ થપ્પડ મારી હતી. ધારાસભ્ય ઈશ્વર સિંહ ગઈકાલે કૈથલ જિલ્લાના એક ગામમાં પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા તેમને થપ્પડ માર્યા બાદ તેમની સાથે દુર્વ્યવહાર કરી રહી છે. મહિલાને એમ કહેતી સાંભળી શકાય છે કે 'હવે કેમ આવ્યા છો?'