કોરોના વાયરસ ના વધતા પ્રકોપના કારણે આ વર્ષે સંસદના શિયાળુ સત્ર નું આયોજન કરવામાં નહીં આવે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે આ અંગે જાણકારી આપી અને કહ્યું કે અનેક પક્ષોના નેતાઓ સાથે ચર્ચા બાદ સામાન્ય સહમતિ બની હતી કે સત્ર બોલાવવું જોઈએ નહીં.
જાન્યુઆરીમાં બજેટ સત્રનું આયોજન
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે શિયાળુ સત્રના પક્ષમાં કોઈ નહતું. ત્યારબાદ હવે સીધુ જાન્યુઆરીમાં બજેટ સત્ર બોલાવવામાં આવશે. અત્રે જણાવવાનું કે ગત વર્ષ 31 જાન્યુઆરીથી બજેટ સત્રની શરૂઆત થઈ હતી. જ્યારે 2018માં બજેટ સત્રની શરૂઆત 28 જાન્યુઆરીથી થઈ હતી.