‘સિંઘમ 3’ ફિલ્મના પ્રોડ્યુસર રાજા ગનાનવલની પત્ની નેહાનાં એક નિવેદનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સનસની મચી છે. નેહાએ એક બોલ્ડ અને વિવાદિત ટ્વીટ કર્યું છે જેમાં તેણે કેટલીક એક્ટ્રેસને ઘર તોડનારી ગણાવી છે. તેણે દાવો કર્યો છે કે કેટલીક અભિનેત્રીઓ તો સેક્સ વર્કર કરતાં પણ વધારે ખરાબ હોય છે. મહિલા અધિકારની વાતો વચ્ચે નેહાએ મહિલાઓને જ મહિલાની દુશ્મન ગણાવી છે.