દુનિયાને સારી બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી છે અને આતંકવાદના ખાત્મા માટે અને તેમને કોઈ સુરક્ષિત આશરો ન મળે તે માટે દુનિયાનું એક થવું જરૂરી છે તેમ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. નવી દિલ્હીમાં ઈન્ટરપોલની સામાન્ય સભાને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે અમે સ્થાનિક હિતો માટે વૈશ્વિક સહયોગનું આહ્વાન કરીએ છીએ. દેશમાં વૈશ્વિક જોખમો હોય તો પ્રતિક્રિયા પણ સ્થાનિક હોઈ શકે નહીં. તેમણે ગૂનેગારો અને ભ્રષ્ટાચારીઓને પણ આશરો ન મળે તે સુનિશ્ચિત કરવા કહ્યું હતું.