વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મહાનિદેશક ટી. એ. ગ્રેબ્રેયેસસ એ કોવિડ-19 મહામારી નો સામનો કરવા માટે વૈશ્વિક સ્તર પર ચાલી રહેલી ભાગીદારીના સંબંધમાં બુધવારે ચર્ચા કરી અને આ દિશામાં આધુનિક ચિકિત્સા પદ્ધતિની સાથે પારંપરિક ઔષધિઓને સામેલ કરવા રાજી થયા. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદીએ WHOના પ્રમુખ સાથે ફોન પર વાત કરી અને મહામારીનો સામનો કરવા માટે વૈશ્વિક ભાગીદારીના સમન્વયમાં સંગઠનની અગત્યની ભૂમિકાની પ્રશંસા કરી.