ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સાઉથ ફિલ્મોના ફેમસ એક્ટર ડેનિયલ બાલાજીનું નિધન થઈ ગયુ છે. તેણે 48 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે. એક્ટરના મોતનું કારણ હાર્ટએટેક જણાવાઈ રહ્યુ છે. ડેનિયલ બાલાજીએ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને ચાહકોના દિલ જીત્યા હતા. કાખા કાખા, પોલાધવન, વેટ્ટૈયાડુ વિલાયાડુ અને વડા ચેન્નઈ જેવી ઘણી ફિલ્મોમાં તેમની શાનદાર એક્ટિંગ જોવા મળી હતી. તેના અચાનક નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો છે. તેના ચાહકો પણ આ સમાચારથી ખૂબ દુ:ખી છે અને એક્ટરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.