સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી (water level) એક મહિનામાં 10 મીટર કરતા પણ નીચે જતી રહી છે. નર્મદા ડેમની જળ સપાટી હાલ 113.18 અને પાણીની આવક માત્ર 660 ક્યુસેક જ થઇ ગઇ છે. પાણીની આવક ઘટવાનાં કારણે નર્મદા ડેમના 12 મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા રીવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરી દેવામાં આવ્યા છે.
જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે આ મહિનાની અંદર સામાન્ય રીતે ચોમાસું જામી જતું હોય છે અને પાણીની આવક થતી હોય છે. પરંતુ આ વખતે ચોમાસુ લંબાઇ રહ્યું છે અને વરસાદ પડતો નથી ત્યારે બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમના 1200 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ ચલાવવામાં આવતા હતા પરંતુ નર્મદા ડેમની જળ સપાટી એક મહિનામાં 10 મીટર કરતાં પણ નીચે ઉતરી જતા તમામ યુનિટોને બંધ કરવાની ફરજ પડી છે.