નર્મદા ડેમમાં હાલ 4 લાખ 60 હજાર 116 ક્યુસેક પાણીની આવક થઇ છે જેને લઇ નર્મદા ડેમના 23 ગેટ 3.5 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. 4 લાખ 20 હજાર 100 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમમાં પાણીનો લાઇવ સ્ટોક જથ્થો 4500 મિલિયન ક્યુબીક મીટર છે. જ્યારે કેનાલમાં હાલ 15 હજાર 140 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
જ્યારે રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન અને કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે. નર્મદા નદીમાં પાણીની સપાટી વધતા ગોરા ગામનો બ્રિજ 2 દિવસથી પાણીમાં ગરકાઉ થઇ ગયો છે. તો નર્મદા અને ભરૂચના કાંઠાના 20 જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે.