લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ ના વડા નસરલ્લાહને ઠાર કરવામાં આવ્યા પછી નવા નીમાયેલા વડા હાશેમ સફીદ્દીનને પણ ઇઝરાયેલે ઠાર કર્યો હોવાનું માનવામાં આવે છે. ઇઝરાયેલના હુમલા પછી તેનો સંપર્ક થઈ રહ્યો નથી. ઇઝરાયેલે ગુરુવારે રાત્રે બૈરુતના પરાવિસ્તારોમાં કરેલા હુમલામાં તે મૃત્યુ પામ્યો હોવાનું માનવામાં આવે છે. અંડરગ્રાઉન્ડેડ બંકરમાં સફીદ્દીનને નિશાન બનાવાયો હતો.