વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તહેવારો દરમિયાન લોકોને સાવધ રહેવાની વિનંતી કરતાં કહ્યું કે, આખા દેશમાં ઉત્સવનું વાતાવરણ છે અને આપણે ટૂંક સમયમાં કોરોના સામે વિજય હાંસલ કરી લઈશું. પરંતુ તેમણે લોકોને ચેતવણી આપતાં કહ્યું કે કોરોના સામે યુદ્ધ હજુ ચાલુ જ છે. લોકોએ હથિયારો મૂકી દેવાની જરૂર નથી. તહેવારોમાં લોકોએ બેદરકાર થવાના બદલે વધુ સાવધાની રાખવી પડશે. કોરોના સામે રસીરૂપી કવચ ગમે તેટલું મજબૂત હોય, પરંતુ યુદ્ધ ચાલુ છે ત્યાં સુધી આપણે હથિયારો મૂકી દેવાના નથી.