WHOના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના ડાયરેકટર ડોકટર રેયાને જણાવ્યું કે, ચીન, યૂરોપ અને હવે અમેરિકામાં સંક્રમણના મામલામાં ઘટાડો નોંધાયો છે પરંતુ સતત દુનિયાભરના વૈજ્ઞાનિક ‘સેકન્ડ વેવ’નો ખતરો જણાવી રહ્યા છે. તેમના મત મુજબ, દુનિયાને ‘સેકન્ડ વેવ’નો સામનો ન પણ કરવો પડે પણ કેટલાક દેશ એવા છે જયાં ફરીથી સંક્રમણના કેસ વધશે અને ‘સેકન્ડ પીક’ આવવાની આશંકા છે.
હાલ દુનિયા કોરોના સંક્રમણના ફર્સ્ટ વેવના એકદમ મધ્યમાં છે અને અહીંથી દુનિયાના મોટાભાગના વિસ્તારમાં તેના કેસોમાં ઘટાડો આવવા લાગશે. જોકે તેઓએ કહ્યું કે હજુ થોડા દિવસો સુધી કેસોમાં વધારો થતો રહેશે અને એશિયા-આફ્રિકામાં કેસ વધુ રહેશે.
નોંધનીય છે કે, કોરોના સંક્રમણના મામલામાં એક એવું સ્તર આવે છે જયાં સૌથી વધુ નવા કેસ અને મોતના આંકડા નોંધાય છે, તેને જ પીક કહેવામાં આવે છે.