સંસદનું આખું ચોમાસુ સત્ર આ વખતે સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળાને ભેટ ચઢી ગયું. ત્રણ સપ્તાહમાં એક પણ દિવસ સત્રની કાર્યવાહી યોગ્યરૃપે ચાલી શકી નહોતી. પેગાસસ જાસૂસી વિવાદ, કૃષિ કાયદા, બેરોજગારી અને મોંઘવારી મુદ્દે વિપક્ષે સતત સંસદના બંને ગૃહમાં ભારે હોબાળો કરતાં વારંવાર કાર્યવાહી ખોરવવી પડી હતી. જોકે, બુધવારનો દિવસ સંસદીય ઈતિહાસમાં સૌથી શરમજનક રહ્યો. રાજ્યસભાનો એક સીસીટીવી વીડિયો ગુરુવારે વાઈરલ થયો છે, જેમાં વિપક્ષના સાંસદો અને માર્શલો વચ્ચે ભારે ધક્કા-મૂક્કી થઈ રહી છે. આ હોબાળાના કારણે ચોમાસુ સત્ર નિશ્ચિત સમયના બે દિવસ પહેલાં બુધવારે સમાપ્ત કરી દેવાયું હતું.