વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવા બેઠકનું આયોજન કર્યું હતું. કોરોનાકાળમાં વડા પ્રધાને નવમી વખત વિવિધ સીએમ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે તમામ રાજ્યોના સીએમને સૂચના આપી હતી કે, કોરોનાની રસી શોધાશે અને બજારમાં આવશે ત્યારે ઉપલબ્ધ થશે પણ હાલમાં તમામનું ધ્યાન માત્ર સતર્કતા અને સાવચેતી ઉપર હોવું જોઈએ. હાલ જીવ બચાવવાને પ્રાધાન્ય આપો. તેમણે દરેક રાજ્યોને કોરોનાના કેસ ઓછા આવે અને તે માટે કેવા પગલાં લેવા તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. તેમણે કહ્યું કે, વિશ્વના ઘણા દેશોમાં કેસ ઘટી ગયા હતા અને ત્યાં એકાએક કેસમાં વધારો થયો છે. ભારતમાં પણ કેટલાંક રાજ્યોમાં ફરીથી આવી સ્થિતિ જોવા મળી છે. આપણે તેને કાબૂ કરવાની છે. વિશ્વના દેશોને હતું કે, ભારત મુશ્કેલીમાં મુકાશે પણ આપણે મહામારીનો દરિયો પાર કરી દીધો છે. હવે આપણે કિનારે પહોંચવાની તૈયારીમાં છીએ. જૂની શાયરી છે એ પ્રમાણે ક્યાંક આપણી સ્થિતિ એવી ના થાય કે, મેરી કશ્તી વહાં ડૂબી જહાં પાની કમ થા.