અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં આઇઍસ દ્વારા થયેલા હુમલાનો અમેરિકામાં રહેતા ભારતીયો દ્વારા વિરોધ થયો હતો. આ કાર્યક્રમ દરમિયાન અમેરિકાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ હતી.
અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલના વિમાનમથકની બહાર આઇઍસઆઇઍસના આતંકવાદીઓએ કરેલા હુમલામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં અમેરિકાના ૧૩ જવાનો પણ શહીદ થયા હતા. ગત સપ્તાહે થયેલા હુમલાના વિરોધમાં અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા પ્રદર્શન થયું હતું.
ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા વિવિધ સંસ્થાઓ દ્વારા આર્સેટિયા ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શનïમાં આર્સેટિયાના મેયર રેને ટ્રેવિનો, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહ, પ્રેસિડેન્ટ તથા લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ, ઓફ બીજેપીના પી. કે. નાયક સહિતના ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શહીદ જવાનોને મિણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
મેયર રેને ટ્રેવિનોઍ જણાવ્યું હતું કે, આતંકીનું કૃત્ય ઍ માનવતા પર પ્રહાર જેવું છે. યોગી પટેલે હુમલાને વખોડ્યો હતો અને જણાવ્યું હતું કે, કોઇપણ સભ્ય સમાજ આતંકીના આ પાશવી કૃત્યને સહન કરી શકે નહીં. આતંકવાદીઓ માનવતા દુશ્મનો છે.