કાશ્મીરમાં માનવાધિકારની સ્થિતિને લઈને અમેરિકાના બે સાંસદોએ ચિંતા વ્યક્ત કરી છે. બન્ને સાંસદોએ વિદેશ મંત્રી માઈક પોમ્પિઓને અપીલ કરતા કહ્યું, કાશ્મીરમાં ટેલિકમ્યુનિકેશનની સેવા શરૂ થાય અને પકડાયેલા લોકોને છોડવા માટે ભારત સરકાર પર દબાણ બનાવો.
પોમ્પિઓને 11 મી સપ્ટેમ્બરે લખેલા પત્રમાં સાંસદ પ્રમિલા જયપાલે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મીડિયા અને સ્વતંત્ર પરિવેક્ષકોને તત્કાલ જમ્મુ કાશ્મીરમાં જવાની પરવાનગી મળવી જોઈએ જેથી ત્યાં કોઈ માનવાધિકારનું ઉલ્લઘંન તો નથી થઈ રહ્યું તેની તપાસ કરી શકાય.
પ્રમિલા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની પહેલી એકમાત્ર ભારતીય અમેરિકન સાંસદ છે. જયપાલ સિવાય સાંસદ જેમ્પ પી મેકગવર્ને પણ આ પત્ર લખ્યો હતો.
પત્રમાં પ્રમિલા દ્વારા પ્રશાસનને કહેવામાં આવ્યું છે કે, ભારત સરકાર પર કાશ્મીરમાં બંધ કરવામાં આવેલ સંચાર સેવા અને હિરાસતમાં રાખેલા લોકોને છોડવાની પ્રક્રિયા શરૂ કરવાનું દબાણ કરવામાં આવે. તેમજ ભારત સરકાર કાશ્મીરી લોકોના મૂળભૂત અધિકારોની પણ રક્ષા કરે.
બન્ને સાંસદનું કહેવું છે કે તેઓ, કાશ્મીરના લોકોના માનવાધિકારોના સંકટને લઈને ઘણાં ચિંતિત છે. અમને ખબર મળી છે તે ભારત સરકારે હજારો લોકોની ધરપકડ કરી છે અને ઘાટીમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. સાથે જ લોકોની ઈન્ટરનેટ સેવા તથા ટેલિફોન લાઈન પણ કાપી નાખવામાં આવી છે. બન્ને સાંસદોએ ભારત સરકારને અપીલ કરી છે કે તેઓ ધાર્મિક સ્વતંત્રતા બનાવી રાખે.