અમેરિકા જવાની ઈચ્છા રાખનાર વિદ્યાર્થીઓ અને પર્યટકોને જો બાઈડન સરકારે ઝટકો આપ્યો છે. તેમણે અમેરિકાના વિઝાની ફીમાં રૂપિયા ૨,૦૫૧ નો વધારો જાહેર કર્યો છે. અમેરિકાના વિદેશ વિભાગે નોન ઈમિગ્રન્ટ વિઝા ફીમાં વધારાની જાહેરાત કરી છે. વિઝા ફી પહેલા ૧૩,૧૨૬ રૂપિયા હતી, જે વધારીને ૧૫,૧૭૭ રૂપિયા કરવામાં આવી છે.