યુપીની યોગી આદિત્યનાથની સરકારે સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરના સાંસદ આઝમ ખાન સામે આરોપોની સદી ફટકારી છે.
આઝમ ખાન સામે બીજા 11 કેસ થયા બાદ હવે તેમની સામે થયેલા કુલ કેસની સંખ્યા 100 પર પહોંચી ચુકી છે.વિશેષ કોર્ટને પોલીસે જાણકારી આપતા કહ્યુ હતુ કે, આઝમ ખાન સામે બીજા 11 ગુના નોંધવામાં આવ્યા છે.આ પહેલા આ કેસમાં માત્ર આઝમખાનના સહયોગીઓના નામ હતા પણ ફરિયાદો મળ્યા બાદ હવે તેમાં આઝમખાનનુ નામ પણ આરોપી તરીકે જોડવામાં આવ્યુ છે.