ધંધુકા- બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં હવે તબક્કાવાર ચોકાવનારી વિગતો બહાર આવી રહી છે. જેમાં લઠ્ઠાકાંડની વિગતો બહાર આવી તે પહેલા કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં ૨૦થી વધારે લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા હતા. જેમાં તેમની અંતિમ વિધી બારોબાર કરી દેવામાં આવી હતી. જેથી લઠ્ઠાકાંડનો બિનસત્તાવાર આંક ૭૫થી પણ વધુ હોવાની પુરેપુરી શક્યતા છે. જો કે પોલીસ કે સ્થાનિક તંત્ર મામલે ભેદી મૌન સમગ્ર બાબત પર ઢાકપીછોડા કરવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી તરફ હાલ ભાવનગરની સર ટી હોસ્પિટલ, અમદાવાદમાં દાખલ દર્દીઓમાં હજુપણ ૧૦થી વધુ દર્દીઓની સ્થિતિ ગંભીર છે.