ભારત-ચીન વચ્ચે સરહદે સંઘર્ષ વધ્યો તે પછી અમેરિકાએ પ્રશાંત મહાસાગરમાં 3 યુદ્ધજહાજ તૈનાત કરી દીધા હતા. એનાથી ચીન અકળાયું હતું. ચીને અમેરિકાની આ સક્રિયતાનો વિરોધ નોંધાવ્યો હતો.
અમેરિકાએ કહ્યું હતું કે લદાખમાં ભારત-ચીન વચ્ચે થઈ રહેલાં સંઘર્ષ પર અમેરિકાની વિશેષ નજર છે. અમેરિકાના ડિફેન્સ ક્ષેત્રના નિષ્ણાતો આખા મામલા ઉપર વોચ રાખીને બેઠા છે. અમેરિકાએ કહ્યું હતું કે, ભારતે જાહેરાત કરી હતી કે તેમના 20 જવાનો શહીદ થયા છે. અમેરિકા આ સૈનિકોના પરિવારજનાને સાંત્વના પાઠવે છે. બીજી તરફ અમેરિકાએ ચીનને ભીંસમાં લેવા માટે પ્રશાંત મહાસાગરમાં 3 શક્તિશાળી યુદ્ધજહાજ તૈનાત કરી દીધા છે. જણાવી દઈએ કે, અમેરિકા પાસે 11 ન્યૂક્લિયર કેરિયર યુદ્ધ જહાજ છે. એમાંથી ત્રણને પ્રથમ વખત પ્રશાંત મહાસાગરમાં તૈનાત કરતા ચીન અકળાયું હતું.