દુનિયામાં શાંતિ સ્થાપિત કરવામાં અનેક મહત્વના મુદ્દે નિર્ણય લેનાર સંયુક્ત રાષ્ટ્ર હાલ મોટા આર્થિક સંકટથી પસાર થઇ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની પાસે નાણાંની એટલી તંગી છે કે હવે તેના પરિસરમાં એર કંડિશનર યુનિટ અને લિફ્ટ પણ બંધ કરવામાં આવી છે. આ બિલ્ડીંગમાં સાંજે 6 થી સવારે 8 વાગ્યા સુધી હીટર અને એસી પણ બંધ રાખવામાં આવે છે. આ સાથે જ પરિસરમાં હાજર ફુવારા અને વોટર કૂલર પણ બંધ કરવામાં આવ્યા છે. લાંબા સમયથી અહીં કોઇ નવા લોકોને લેવામાં નથી આવ્યા. અને સામાનની ખરીદી પણ બંધ છે. અહીં કોઇ કોન્ફેર્ન્સ નથી થતા. અને આધિકારીક પ્રવાસો પર પણ ઓછું જ જવામાં આવે છે. એટલે કે તેવા તમામ પ્રયાસો થઇ રહ્યા છે જેનાથી પૈસાનો બચાવ થાય. આ તમામની અસર સંયુક્ત રાષ્ટ્રના કામ પર પણ થઇ રહ્યો છે.