કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોમાં કોરોનાના વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગઈકાલે રાજ્યોને પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કેટલાક રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ દરમિયાન કેસોમાં વધારો એક ચિંતાનો વિષય છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે લખ્યું છે કે, ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને ગંભીર શ્વાસ જેવા ચેપનો સામનો કરવા માટે ઓપરેશનલ માર્ગદર્શિકાનું પાલન કરવાની જરૂર છે. હોસ્પિટલોમાં કોરોના અને ઈન્ફલ્યુએન્ઝા સામે દવાઓ, મેડિકલ ઓક્સિજન અને રસીકરણ માટેની તૈયારીઓનો પણ સ્ટોક જાળવી રાખવા વિનંતી કરવામાં આવી છે.