‘મા એ મા’, માતાની મમતા સાથે જોડાયેલી એક સંવેદનશીલ ઘટના બુંદેલખંડના ડમોહમાં સામે આવી હતી. અહીં ટ્રેનમાંથી પડી ગયા બાદ પણ એક માતા પોતાના બાળકને દૂધ પીવડાવતી રહી. જોકે પછી માતાનું મોત થયું હતું, આ સમયે માતાના મોતથી અજાણ બાળક દૂધ પીતો રહ્યો. ડમોહમાં એક રેલવે ફાટક નજીક સવારે અહીંથી પસાર થતા લોકોની નજર 1.5 વર્ષના બાળક પર પડી. જે પોતાની માતાને છાતીએ વળગી દૂધ પીતો હતો. લોકોએ નજીક જઈ મહિલાને હલાવતા તેનું મોત થયાનું જાણી તમામ ચોંક્યા હતા. લોકોની સૂચના પર જીઆરપી અને એફએસએલ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.