સિલ્કયારા ટનલમાંથી બહાર આવેલા ૪૧ કામદારોને હવાઇ માર્ગે ઋષિકેશની એઇમ્સમાં લઇ જવામાં આવ્યા છે. આજે હોસ્પિટલમાં તમામ ૪૧ કામદારોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આ દરમિયાન રોડ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા ઓડિટ અને રિપેર પછી ટનલનું કાર્ય ફરીથી શરૂ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ટનલ કેન્દ્ર સરકારના ૯૦૦ કિમીના ચાર ધામ યાત્રા ઓલ વેધર રોડ પ્રોજેક્ટનો ભાગ છે.