અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈરાનના સરકારી અધિકારીઓ અને તેમના પરિવારજનોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે, ઘણા વર્ષોથી ઈરાની અધિકારી અને તેમના પરિવારના સભ્યો ચુપચાપ અમેરિકાની સ્વતંત્રતા અને સમૃદ્ધિનો ફાયદો ઉઠાવી રહ્યા છે. અમેરિકાના આ પગલાને જોતા બન્ને દેશો વચ્ચેના તણાવમાં વધારો થઈ રહ્યો છે.
પોમ્પિયોએ વધુમાં કહ્યું કે, ઈરાનના અધિકારીઓ અને તેમના પરિવારના લોકો અમેરિકામાં શિક્ષણ, રોજગાર, મનોરંજન અને સાંસ્કૃતિક અવસરોનો લાભ ઉઠાવી રહ્યા હતા. પરંતુ હવેથી ત્યાંનો એક પણ નાગરિક અમેરિકાના સ્વતંત્ર સમાજના અવસરોનો ફાયદો નહીં ઉઠાવી શકે. ઈરાનની જનતા તેમના દેશના શાસનના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે હેરાન થઈ રહી છે. અમેરિકાએ આ જાહેરાત ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની અને અધિકારીઓને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રમાં ભાગ લેવા માટે અસ્થાયી વિઝા અપાયા બાદ કરી છે. શરૂઆતમાં સ્પષ્ટતા નહોતી કરાઈ કે ઈરાનના નેતાઓને સત્રના સમયે અમેરિકામાં પ્રવેશ કરવાનો અધિકાર આપવામાં આવશે કે નહીં.