દેશમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકતા અને તેને ગુનાઇત પગલું ઠરાવતા વિવાદાસ્પદ ટ્રિપલ તલાક બિલને સરકારે શુક્રવારે ૧૭મી લોકસભામાં નવેસરથી રજૂ કર્યું હતું. વિપક્ષોનાં ભારે હંગામાં અને શોરબકોર વચ્ચે બિલને ટેબલ પર મૂકવામાં આવ્યું હતું. કોંગ્રેસ, અન્ય વિપક્ષો તેમજ ઓવૈસીએ બિલને ગેરબંધારણીય અને ભેદભાવભર્યું ગણાવીને તેનો ભારે વિરોધ કર્યો હતો. સરકારે મુસ્લિમ મહિલા (લગ્નનાં અધિકાર સંરક્ષણ) બિલ ૨૦૧૯ તરીકે વિપક્ષોના વિરોધ વચ્ચે ૭૪ વિરુદ્ધ ૧૮૬ મતના સમર્થન સાથે રજૂ કર્યું હતું. સરકાર અને વિપક્ષો તેમજ ઓવૈસી વચ્ચે બિલને લઈને ભારે ચકમક ઝરી હતી. સરકારે કહ્યું હતું કે, મુસ્લિમ મહિલાઓનાં અધિકારોનું રક્ષણ કરાશે. અમને લોકોએ કાયદા ઘડવા માટે ચૂંટી કાઢયા છે. નવું બિલ ફેબ્રુઆરીમાં ટ્રિપલ તલાક અંગે રજૂ કરાયેલા વટહુકમનું સ્થાન લેશે. ગયા ફેબ્રુઆરીમાં લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ કરાયું હતું પણ રાજ્યસભામાં બહુમતીને અભાવે તે અટકી ગયું હતું.