Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હરિયાણામાં કોરોના વાયરસથી બચાવા માટે ભારત બાયોટેક અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદની દવા કોવૈક્સીનના ત્રીજા ફેઝનું ટેસ્ટીંગ આજથી શરુ થયું છે. જેના ભાગરુપે આજે રાજ્યના ગૃહમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજએ કોવૈક્સીનનું ટેસ્ટિંગ તેમના પર થાય તે માટે વોલંટિયર તરીકે નામ નોંધાવ્યું હતું. તેમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. 
અનિલ વિજે ટ્ટિટ કરી જણાવ્યું હતું કે કોવૈક્સીનના ટેસ્ટ માટે તેમને રસી આપવામાં આવશે. આ રસી ભારત બાયોટેકની પ્રોડક્ટ છે. તેમને આ રસી નિષ્ણાંતોની દેખરેખ હેઠળ સિવિલ હોસ્પિટલ અંબાલા ખાતે આપવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધતાં સંક્રમણ વચ્ચે દુનિયાભરના દેશોની નજર કોરોના પર અસર કરતી રસી પર મંડાયેલી છે. દુનિયાભરના દેશોમાં કોરોનાની રસી પર કામ થઈ રહ્યું છે જેમાંથી એક ભારત પણ છે. ભારતમાં તૈયાર થયેલી કોવૈક્સીન પર દેશવાસીઓને પણ આશા છે. 
દેશભરમાં 20 રિસર્ચ સેંટરોમાં 25,800 વોલંટિયર્સને કોવૈક્સીનનો ડોઝ આપવામાં આવશે. 20 સેંટરોમાંથી એક પીજીઆઈએમએસ રોહતક પણ તેના વોલંટિયર્સને આ ડોઝ આપવા તૈયાર છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ