ભારતભરમાં મજૂરોને ઘરે પહોંચાડવા માટે રેલવેએ હજારો ટ્રેનો દોડાવી છે. જોકે તેમાં ગફલતો પણ થઈ રહી છે. મુંબઈથી ગોરખપુર માટેની એક શ્રમિક ટ્રેન ઓરિસ્સા પહોંચી ગઈ હોવાની ઘટના બની છે.આમ સ્વજનો પાસે જવા માટે નિકળેલા મજૂરો માટે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. હવે તેમને ઓરિસ્સાથી યુપી જનારી ટ્રેનની રાજ જોવી પડશે.
ગઈકાલે મુંબઈથી રવાના થયેલી ટ્રેનને ટુંકા રસ્તા પરથી પસાર થવાનુ હતુ પણ રેલવેએ તેનો રૂટ બદલીને લાંબો કરી દીધો હતો. આ ટ્રેન આઠ રાજ્યો પસાર કરીને ઓરિસ્સા પહોંચી ત્યાં સુધી કોઈનુ ધ્યાન પણ ગયુ નહોતુ. રેલવેનુ કહેવુ છે કે, આ રૂટ પર મોટી સંખ્યામાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દોડી રહી હોવાથી બહુ ટ્રાફિક છે અને તેના કારણે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. જોકે આ ટ્રેન યુપીની જગ્યાએ ઓરિસ્સા કેવી રીતે પહોંચી તે અંગે હાલમાં કોઈ કશું કહેવા માટે તૈયાર નથી.