પ્રજાસત્તાક દિને પાટનગર નવી દિલ્હીમાં ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢી શકે કે નહીં એ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલી અરજીની સુનાવણી કોર્ટે બુધવાર પર ટાળી હતી.
કોર્ટે મોઘમ રીતે કહ્યું હતું પોલીસે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઇએ. દિલ્હીમાં કોણ આવી શકે અને કોણ નહીં આવે એ નિર્ણય પોલીસ કરે એમ પણ કોર્ટે કહ્યું હતું.
અત્રે એ યાદ રહે કે છેલ્લા પચાસ એકાવન દિવસથી હજારો કહેવાતા ખેડૂતો નવી દિલ્હીના સીમાડા પર આંદોલન કરી રહ્યા છે. એમની એકજ માગણી છે કે નવા કૃષિ કાયદા પાછા ખેંચો. આ એકજ માગણી અંગે કેન્દ્ર સરકાર પણ સ્પષ્ટ છે કે કૃષિ કાયદા કોઇ પણ ભોગે પાછા નહીં ખેચાય.