સુરતના ગોડાદરા આસપાસ વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન શ્રમજીવીની સાડા ત્રણ વર્ષીય પુત્રી ઘર નજીક રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. આજે બાળકીનો અર્ધનગ્ન તેમજ મોઢું બાંધેલો મૃતદેહ ખાતરનાં કોથળામાં તેના રૂમની નીચેના બંધ રૂમમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
ચકચારી ઘટના અંગે પોલીસ સૂત્રો તેમજ સ્થાનિક સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં ગોડાદરા આસપાસ વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીય શ્રમજીવીની સાડા ત્રણ વર્ષીય પુત્રી નિર્ભયા (નામ બદલ્યું છે) ગતરાત્રે ઘર નજીક રમતી હતી ત્યારે ૮-૦૦ થી ૮-૩૦ વાગ્યાના અરસામાં ગુમ થઈ ગઈ હતી. પરિવારે શોધખોળ કરવા છતાં નહીં મળતા મોડી રાત્રે લિંબાયત પોલીસ મથકે જાણ કરતા અપહરણનો ગુનો નોંધી જુદી જુદી ટીમો બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં બાળકી તે વિસ્તારમાંથી બહાર જતા નહીં દેખાતા તે વિસ્તારમાં જ તપાસ કેન્દ્રીત કરાઈ હતી.