આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિ ધરાવતા ગુગલના કમ્પ્યુટર પ્રોગ્રામ આલ્ફાગોએ ચાઈનીઝ ગેમ ગોના વૈશ્વિક ચેમ્પિયન કે જીઆને ૨-૦થી હરાવી દીધો છે. સામાન્ય રીતે મશીન એટલે કે કમ્પ્યુટરમાં બુદ્ધિ હોતી નથી એમ માનીને ચાલવામાં આવે છે. પરંતુ હવે બધા જ કામો મશીન પાસેથી લેવાનો યુગ આવી પહોંચ્યો છે. મશીન અને માણસમાં ફરક માત્ર વિચારવાનો જ રહ્યો છે. માણસ વિચારી શકે છે, મશીન-કમ્ય્યુટર વિચારી શકતું નથી. ગુગલ જોકે વર્ષોથી આર્ટિફિશિલ ઈન્ટેલિજન્સ પર કામ કરે છે. હવે તેમાં ગુગલને નોંધપાત્ર સફળતા મળી છે. આપણી ચેસ જેવી ચીનમાં 'ગો' નામની ગેમ પ્રખ્યાત છે. ચીન-જાપાન-તાઈવાન જેવા દેશોમાં રમાતી ગોની ગણતરી પૃથ્વી પરની સૌથી કપરી ગેમમાં થાય છે. ઈંગ્લેન્ડમાં જેમ ક્રિકેટનું મહત્ત્વ છે, એમ આ દેશોમાં ગોનું મહત્ત્વ છે. અઢી હજાર વર્ષથી એ ગેમ રમાતી આવે છે. આ ગમ રમવા માટે તીવ્ર બુદ્ધિ અને અત્યંત શાર્પ દીમાગની જરૃર પડે. માટે ગુગલે ડીપમાઈન્ડ આલ્ફાગો નામે એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે. આ પ્રોગ્રામનું કામ ગો ગેમના ચેમ્પિયનો સામે રમવાનું અને પોતાની બુદ્ધિ તપાસવાનું છે.