આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર જૂન મહિનાના અંતે કેન્દ્ર સરકારનું કુલ દેવું રૂપિયા ૧૦૦ લાખ કરોડને પાર કરી ૧૦૧.૩ લાખ કરોડ પર પહોંચી ગયું છે. હાલના વિદેશી હૂંડિયામણ વિનિમય દર પ્રમાણે આ દેવું ૧.૨૬ ટ્રિલિયન અમેરિકન ડોલર થાય. કેન્દ્રીય નાણામંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના ત્રિમાસિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં સરકારના દેવામાં રૂપિયા ૭ લાખ કરોડનો અચાનક વધારો થયો હતો. જેના પગલે ભારત સરકાર પરનું કુલ દેવું રૂપિયા ૧૦૦ લાખ કરોડને પાર થયું હતું. જૂન મહિનાના અંતે ભારત સરકારનું જાહેર દેવું રૂપિયા ૯૨.૩ લાખ કરોડ પર પહોંચ્યું હતું. તેમાં ઘરેલુ અને બાહ્ય દેવાઓનો સમાવેશ થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારત સરકારનું જાહેર દેવું વર્ષ ૨૦૨૧ના અંતે દેશના કુલ જીડીપીના ૬૦ ટકા પર પહોંચી જશે. આઇએમએફના ડિસેમ્બર ૨૦૧૯ના આંકડા પ્રમાણે હાલમાં તે દેશના કુલ જીડીપીના ૪૩ ટકા જેટલું છે. વિશ્વમાં દેવાના મામલામાં ૧૭૦ દેશોમાં ભારતનું સ્થાન ૯૪મું છે જે આ વર્ષે સરકાર દ્વારા કરાનારા વધારાના દેવાના કારણે રેન્કમાં આગળ વધી શકે છે. વર્ષ ૨૦૧૭માં ઘડી કઢાયેલા ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ મેનેજમેન્ટ રૂલ્સમાં કરાયેલી ભલામણ અનુસાર સરકારનું જાહેર દેવું માર્ચ ૨૦૨૩ સુધી જીડીપીના ૪૦ કરતાં નીચું હોવું જોઈએ.