કોરોનાના કારણે એક વર્ષના લાંબા બ્રેક બાદ આખરે આવતીકાલથી જાપાનની રાજધાની ટોક્યોમાં રમતોના મહાકુંભ ઓલિમ્પિકનો શુભારંભ થશે. મહામારીનો પ્રકોપ હજુ પણ યથાવત્ છે અને ઓલિમ્પિકમાં ભાગ લેવા આવેલા કેટલાક ખેલાડીઓ પણ કોરોનાગ્રસ્ત બની ચૂક્યા છે.
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના 'ન્યૂ નોર્મલ' પ્રોટોકોલની વચ્ચે યોજાનારા રમતોત્સવમાંથી રમતોના પ્રાણ સમા પ્રેક્ષકોની જ બાદબાકી કરી દેવામાં આવી છે. ભારતીય સમય પ્રમાણે આવતીકાલે સાંજે 4.30 વાગ્યાથી શરૂ થનારા ઉદ્ઘાટન સમારંભ સમયે સ્ટેડિયમમાં માત્ર ગણતરીના આમંત્રિતો જ હાજરી આપશે.