આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હિન્દુઓને મુસ્લિમો અને ખ્રિસ્તીઓથી નહીં પરંતુ લેફ્ટ લિબરલથી વધુ ખતરો છે. વર્ષો સુધી લેફ્ટ અને બાદમાં ટીએમસીના શાસનમાં રહેલા પશ્ચિમ બંગાળમાં હિમંતા સરમાએ આ નિવેદન આપ્યું હતું, તેમણે લેફ્ડ, કોંગ્રેસ અને ટીએમસી ત્રણેય પર પ્રહારો કર્યા હતા.