અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ હાલાત સતત ખરાબ થઈ રહ્યા છે. લોકો કોઈ પણ ભોગે દેશમાંથી બહાર નીકળવા માંગે છે. આ માટે મોટાભાગના લોકો કાબુલ એરપોર્ટ પર ભેગા થઈ રહ્યા છે. પંરતુ આ બધા વચ્ચે અમેરિકાએ મોટા જોખમની ચેતવણી ઉચ્ચારી છે અને પોતાના નાગરિકોને કાબુલ એરપોર્ટથી દૂર રહેવાની સલાહ આપી છે.
કાબુલ એરપોર્ટ પર થઈ શકે છે હુમલો
અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે તે લોકો સુરક્ષિત સ્થળો પર જ રહે અને કાબુલ એરપોર્ટ પર ન જાય. કારણ કે એરપોર્ટ પર આતંકી હુમલાની આશંકા વધી ગઈ છે. અમેરિકા ઉપરાંત બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે.