કોરોના મહામારીની બીજી લહેરમાંથી માંડ છૂટકારો મળ્યા પછી ફરીથી સરકારની ચિંતા વધવા લાગી છે. કોરોનાનો પ્રકોપ ઘટતાં લોકો હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર કોરોના પ્રોટોકોલ તોડીને ટોળે વળતાં સરકારની ચિંતિત છે. એવામાં દુનિયામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાની વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી વચ્ચે દેશમાં ૭૩ જિલ્લાઓમાં કોરોનાના દૈનિક ૧૦૦થી વધુ કેસ નોંધાતા હોવાથી સરકારની ચિંતામાં વધારો થયો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે વધુ એક વખત ચેતવણીજનક સૂરમાં કહ્યું હતું કે દેશ માટે આગામી ૧૦૦થી ૧૨૫ દિવસ ઘણા જ મહત્વના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યોને ત્રીજી લહેર રોકવા માટે આગોતરાં પગલાં લેવા નિર્દેશો આપ્યા છે અને રાજ્યોને ચાર-ટી 'ટેસ્ટ', 'ટ્રેક', 'ટ્રીટ' અને 'ટિકા'નો મંત્ર આપ્યો છે.