PM નરેન્દ્ર મોદીએ તેલંગણા (Telangana)ના કરીમનગરમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી 7 મેના રોજ પૂર્ણ થઈ ગઈ છે. કોંગ્રેસ અને INDI ગઠબંધનનો ત્રીજો ફ્યુઝ ઉડી ગયો છે.
PM મોદીએ કહ્યું કે, તેલંગાણાના લોકોએ છેલ્લા 10 વર્ષમાં મારું કામ જોયું છે. તમારા એક વોટથી ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. તમારા એક મતે કલમ 370 નાબૂદ કરી અને જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી. તમારા એક મતે ભારતને સંરક્ષણ આયાતકારમાંથી સંરક્ષણ નિકાસકારમાં પરિવર્તિત કર્યું.