ભારતના ચીફ જસ્ટિસ એન.વી. રામનાએ અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં દિલ્હીથી ઓનલાઇન સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે બંધારણીય મૂલ્યોની રક્ષા કરવાની જવાબદારી માત્ર કોર્ટોની જ નથી. લોકશાહીના ત્રણેય સ્તંભ સંસદ(ધારાસભા), કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેયની સમાન જવાબદારી છે કે આ મૂલ્યોની રક્ષા કરવામાં આવે. જસ્ટિસ પી.ડી. દેસાઇ સ્મૃતિ વ્યાથ્યામાળાની ૧૭મી આવૃત્તિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ રામનાએ 'રૃલ ઓફ લૉ' એટલે કે 'કાયદાનું શાસન' વિષય પર વક્તવ્ય આપ્યું હતું.