તાલિબાનોએ શુક્રવારે વધુ ચાર શહેરો પર કબજો જમાવવાની સાથે સમગ્ર દક્ષિણ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે અને તેઓ હવે તિવ્ર ગતિએ કાબુલ તરફ આગળ વધી રહ્યા છે. અમેરિકાએ બે દાયકા લાંબા યુદ્ધના અંતની સત્તાવાર જાહેર કર્યાના બે સપ્તાહમાં જ તાલિબાનો આખા અફઘાનિસ્તા પર પ્રભુત્વ જમાવવા સક્રિય થઈ ગયા છે. તેમણે સત્તામાં ભાગીદાર બનવાની વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દુલ ગનિની ઓફર પણ ફગાવી દીધી હતી. તાલિબાનોએ હેલમંદ પ્રાતની રાજધાની પર પણ કબજો જમાવી દીધો છે. તાલિબાનો સામે પરાજયના ડરથી રાષ્ટ્રપતિ અબ્દુલ ગનીએ રાજીનામુ આપી દીધું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.