Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' છત્તીસગઢ પહોંચી છે. તેમની યાત્રાની શરૂઆત મણિપુરથી થઈ હતી જે મુંબઈમાં સમાપ્ત થશે. આ યાત્રા બિહાર, ઝારખંડ, ઓડિશા થઈને છત્તીસગઢ પહોંચી છે. ત્યારે છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ સરકાર માત્ર થાળી વગાડે છે. 
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, દેશમાં પછાત વર્ગના 50%, દલિત 16% અને આદિવાસી 8% છે. તેમની તમામ મહેનતની કમાણી મૂડીવાદીઓની કંપનીઓમાં જાય છે, જ્યારે તેમની કંપનીઓમાં કોઈ દલિત અને પછાત લોકો નથી. રાહુ ગાંધીએ કહ્યું કે, દેશના અલગ-અલગ સેક્ટરમાં દલિત-પછાતની ભાગીદારી નથી. બીજેપી હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે જ્યારે પછાત, દલિત અને આદિવાસી વર્ગને કંઈ નથી મળી રહ્યું. રામ મંદિર ઉદ્ધાટનના સમયે પણ એક પણ ગરીબ-મજૂર ખેડૂત નજર ન આવ્યો. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ